32 વર્ષની તપસ્યા પૂર્ણ: હંસાબેન ગજેરાને ભાવુક વિદાય, દીકરીઓની આંખોમાં સંસ્કારના આંસુ
Views 128

વાંકાનેરની ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શિક્ષિકા હંસાબેન દુર્લભજીભાઈ ગજેરાની 32 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા પૂર્ણ થતાં ભાવુક વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર, કાઉન્સિલરો તેમજ શાળાના શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમારંભને ગૌરવ અપાવ્યું હતું. શાળાના આચાર્ય ચંદ્રિકાબેન માવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં રમેશકુમાર જાદવ, ભાવેશભાઈ ઠુમ્મર, સરજુબેન નાધેરા, ધર્મિષ્ઠાબા પરમાર, કોમલબેન ધોકાઈ, વર્ષાબેન સાવલિયા, પ્રવિણાબેન ચૌહાણ, જયાબેન ઝાપડિયા, કોમલબેન જાની, પ્રિયંકાબેન ગાંધી, સરોજબેન શીલુ, હીનાબેન કૈલા, પ્રિયાબેન સંધાણી, સુરજીતભાઈ પઢીયાર અને નેહાબા જાડેજા સહિત તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

હંસાબેન ગજેરાએ પોતાની સેવા દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દીકરીઓને પોતાના સંતાન સમજીને શિક્ષણ આપ્યું હોવાથી વિદ્યાર્થીઓ સાથેનો તેમનો લાગણીસભર સંબંધ આજે પણ સૌના હૃદયમાં જીવંત રહ્યો છે. વિદાય પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે તેઓ પ્રજાના પ્રતિનિધિ તરીકે નહીં, પરંતુ પરિવારના વડીલ તરીકે હંમેશા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહેશે અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સહયોગ આપતા રહેશે.
વિદ્યાર્થીઓએ હંસાબેનને લાગણીસભર શબ્દોમાં વિદાય આપી અને તેમના માર્ગદર્શનને જીવનભર યાદ રાખવાની લાગણી વ્યક્ત કરી હતી. વિદાય સમયે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખોમાં આંસુઓ છલકાયા હતા, જે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના અનોખા અને સકારાત્મક સંબંધોની સાબિતી આપી રહ્યા હતા. આ રીતે સમગ્ર સમારંભમાં લાગણી, સન્માન અને કૃતજ્ઞતાનો માહોલ છવાયો હતો અને હંસાબેન ગજેરાને સૌએ હાર્દિક શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!