કચ્છના નાણા રણ નજીક દુર્ઘટના: દર્શન માટે જતી કાર પલટી, પિતા-પુત્રનું કરુણ મોત
Views 127

કચ્છ જિલ્લાના નાણા રણ વિસ્તારમાં ધાર્મિક દર્શન માટે જતી એક ફોરવ્હીલર કાર દુર્ઘટનાગ્રસ્ત બનતા પિતા અને પુત્રનું કમકમાટી ભર્યું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, વાહન જીજે-12 નંબરની કાર હોવાનું જાણવા મળે છે, જે વેણુ દાદા અને વીર વંશરાજ દાદાના દર્શન કરી આગળ જતી હતી ત્યારે અચાનક પલટી મારી ગઈ હતી. આ વિસ્તાર સાથે સંકળાયેલી લોકવાયકા મુજબ, વેણુ દાદા અને વીર વંશરાજ દાદા ગાયોની રક્ષા માટે જીવ અર્પણ કરનાર વીર પુરુષો તરીકે માનવામાં આવે છે, જેના કારણે દર વર્ષે અનેક ભક્તો અહીં દર્શન માટે આવતા રહે છે. ખાસ કરીને ઝીંઝુવાડા નજીક વીર વંશરાજ દાદાના સ્થાને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પિતા-પુત્ર કયા ગામના છે તેની ઓળખ હાલ સુધી થઈ શકી નથી. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે અકસ્માત અંગે નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે. મૃતકોની ઓળખ તથા અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
રિપોર્ટ: સંજય નંદેસરિયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!