ખુરશી માટેની રેસ: જીત પછીની રાજકીય કસોટી
Views: 148
0 0
Read Time:3 Minute, 1 Second

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 એપ્રિલે જાહેર થયેલા પરિણામો બાદ હવે સૌથી વધુ ચર્ચાનો વિષય બની રહ્યો છે – પાલિકામાં પ્રમુખ કોણ અને મહાનગરપાલિકામાં મેયર કોણ? જીત સાથે જ સત્તાની ખુરશી માટે પાર્ટી અંદર જ દાવેદારીની હોડ શરૂ થવી સ્વાભાવિક છે, પરંતુ આ જ તબક્કો પક્ષ માટે સૌથી સંવેદનશીલ પણ બની શકે છે. ચૂંટણી દરમિયાન પાર્ટી વિરુદ્ધ બગાવત કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી સસ્પેન્શન જેવા પગલાં લેવાયા હતા. તે સમયે પાર્ટીએ એકતા અને શિસ્ત જાળવવાનો સંદેશ આપ્યો હતો. પરંતુ હવે, જ્યારે જીતેલા ઉમેદવારોમાંથી જ પ્રમુખ અને મેયર પસંદ કરવાનો સમય આવ્યો છે, ત્યારે અંદરના મતભેદો ફરી સપાટી પર આવવાની શક્યતા નકારી શકાય નહીં. મીડિયા અને રાજકીય વર્તુળોમાં અનેક નામોની અટકળો ચાલી રહી છે,

પરંતુ હકીકતમાં અંતિમ નિર્ણય પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા જ લેવાશે. આ દરમિયાન જે નામોની ચર્ચા ચાલી રહી છે અને અંતે પસંદગીમાં સ્થાન નહીં મેળવે, તેવા દાવેદારોમાં નારાજગી ઊભી થવાની શક્યતા છે. ખાસ કરીને જ્યાં કદાવાર દાવેદારોની સંખ્યા વધુ હોય અને ખુરશી એક જ હોય, ત્યાં અસંતોષ સ્વાભાવિક છે.
મૂળ પ્રશ્ન એ છે કે શું આ નારાજગી માત્ર આંતરિક ચર્ચા સુધી મર્યાદિત રહેશે કે પછી ખુલ્લી અસહમતિ અથવા રાજીનામા સુધી પહોંચશે? ચૂંટણી દરમિયાન તો બગાવત કરીને અપક્ષ ઉમેદવારીનો રસ્તો ખુલ્લો હતો, પરંતુ હવે જીત્યા બાદ એવી સ્થિતિ સર્જાય તો તે પક્ષની પ્રતિષ્ઠા અને સ્થિરતા બંને માટે પડકારરૂપ બની શકે છે.રાજકીય વિશ્લેષકોના મત મુજબ, આ તબક્કે પાર્ટી નેતૃત્વ માટે સંતુલન સાધવું ખૂબ જરૂરી છે

. યોગ્ય પ્રતિનિધિત્વ, સમજૂતી અને અસંતોષને સમયસર સંભાળવામાં આવશે તો પક્ષ મજબૂત બની શકે છે. નહીંતર, આંતરિક ખટાશ વિકાસના એજન્ડા પર અસર કરી શકે છે.અંતમાં, જીત પછીનો આ દોર માત્ર પદ વિતરણનો નથી, પરંતુ પક્ષની એકતા, શિસ્ત અને નેતૃત્વની કસોટીનો સમય છે. હવે જોવાનું રહ્યું કે ખુરશીની રેસ રાજકીય પરિપક્વતાથી પૂર્ણ થાય છે કે પછી નારાજગીના રંગો બહાર આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *