ગાંધીધામમાં ટ્રાફિક સમસ્યા ટાળવા પોલીસ દ્વારા વેપારીઓને સૂચના
Views 101

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદામ બાપુ સૈયદ ગાંધીધામ

ગાંધીધામ શહેરમાં હાલ મેઈન બજાર વિસ્તારમાં રોડનું કામકાજ ચાલી રહ્યું હોવાથી અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની શક્યતા વચ્ચે પોલીસ તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સીટી ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી. ગોહિલની સૂચના અનુસાર મેઈન બજાર વિસ્તાર માં લાઉડસ્પીકર દ્વારા જાહેર સૂચના આપવામાં આવી હતી. પોલીસ દ્વારા ગાંધીધામના વેપારીઓને પોતાના દુકાન આગળ કે રોડ પર વાહન પાર્ક ન કરવા અને મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા પાર્કિંગમાં જ વાહન પાર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પગલાંનો મુખ્ય હેતુ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાનો અને નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તેવો છે. પોલીસે તમામ વેપારીઓ અને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!