અશોકભાઈ કણજારીયાની સ્મૃતિમાં ક્રિકેટનો જશ્ન: થાનની બ્રધર્સ ઇલેવન બની ચેમ્પિયન
Views 184

રિપોર્ટર: સંજય નંદેસરિયા, હળવદઃ
હળવદ ખાતે ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે સ્વ. અશોકભાઈ કણજારીયાની સ્મૃતિમાં “ઓલ ગુજરાત સતવારા સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 28 અને 29 માર્ચ 2026 દરમિયાન શ્રી ઉદ્દગમ સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલા આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની પ્રતિભાશાળી ટીમોએ ભાગ લઇ રમતનો જુસ્સો દર્શાવ્યો હતો.આ ટુર્નામેન્ટમાં હળવદ, મોરબી, થાન, ખંભાળિયા, ગાંધીધામ, વિરમગામ અને સુરેન્દ્રનગર સહિત કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. બે દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધાએ ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ પેદા કર્યો હતો. ફાઈનલ મુકાબલો ખુબ જ રસપ્રદ રહ્યો, જેમાં બ્રધર્સ ઇલેવન થાન અને શ્રી રામ ઇલેવન મોરબી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. અંતે બ્રધર્સ ઇલેવન થાનએ શાનદાર પ્રદર્શન સાથે વિજય મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો, જ્યારે શ્રી રામ ઇલેવન મોરબી રનર્સ-અપ તરીકે રહી.

આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જેમાં પ્રવીણભાઈ કણઝરીયા, ઉદ્દગમ શૈક્ષણિક સંકુલ હળવદ, સનીભાઈ દલવાડી (શક્તિ સ્પોર્ટ હળવદ), ઈતેશભાઈ રાઠોડ અને હળવદ પોલીસ (નવા વેગડવાવ) નો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આ ટુર્નામેન્ટે માત્ર રમતગમતને પ્રોત્સાહન આપ્યું નહીં, પરંતુ સમાજમાં એકતા અને સહકારનો સુંદર સંદેશ પણ આપ્યો. ક્રિકેટપ્રેમીઓ માટે આ ઇવેન્ટ યાદગાર બની રહી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!