વલસાડમાં લેડીઝ સિંઘમનો ધમાકેદાર પ્રવેશ: ગુનેગારો માટે ચેતવણી, પ્રજાના રક્ષણ માટે કડક અધિકારી ડી.વી. કાનાણી
Views 631

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક દ્રઢ અને નિષ્ઠાવાન મહિલા પોલીસ અધિકારીનો પ્રવેશ થયો છે. રાજ્યભરમાં થયેલી 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીમાં ડી.વી. કાનાણીની મોરબી જિલ્લાના હળવદ પોલીસ મથકમાંથી વલસાડ ખાતે બદલી થતા પ્રજાજનોમાં વિશ્વાસનો માહોલ સર્જાયો છે, જ્યારે અસામાજિક તત્વોમાં ચિંતા ફેલાઈ છે.ડી.વી. કાનાણીનો સફર એક શિક્ષક તરીકે શરૂ થયો હતો, જ્યાં તેમણે વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ નહીં પરંતુ સંસ્કાર અને જીવન મૂલ્યોનું પણ જ્ઞાન આપ્યું હતું. વર્ષ 2016માં PSI તરીકે પોલીસ વિભાગમાં જોડાયા બાદ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની પ્રથમ નિમણૂંક થઈ. ત્યાંથી જ તેમણે કડક અને નિર્ભય અધિકારી તરીકે પોતાની ઓળખ ઉભી કરી.


પોલીસ વિભાગમાં સેવા દરમિયાન તેમણે મોરબી જિલ્લાના વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ સ્ટેશન ઉપરાંત ટંકારા પોલીસ મથકમાં પણ ફરજ બજાવી છે. 2025માં PI તરીકે પ્રમોશન મળ્યા બાદ હળવદ પોલીસ સ્ટેશનમાં તેમની કામગીરી નોંધપાત્ર રહી હતી, જ્યાં કાયદો તોડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડી.વી. કાનાણી માત્ર કડક પોલીસ અધિકારી જ નહીં, પરંતુ પ્રજા મિત્ર તરીકે પણ જાણીતા છે. તેઓ પ્રેમ અને સંવેદનશીલતાથી લોકોની સમસ્યાઓ સાંભળે છે અને સાથે જ ગુનેગારો સામે “લેડીઝ સિંઘમ” તરીકે કડક વલણ અપનાવે છે.
વલસાડ જિલ્લામાં તેમની નિમણૂંક પ્રજાજનો માટે સકારાત્મક સંદેશ છે કે હવે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે. એક શિક્ષકથી લઈને એક પ્રતિષ્ઠિત પોલીસ અધિકારી સુધીનો તેમનો સફર અનેક લોકો માટે પ્રેરણાદાયક બની રહ્યો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!