વિકાસ તરફ એક વધુ પગલું: 106 કરોડના રીંગ રોડનું ખાતમુહૂર્ત સંપન્ન
Views 83

તારીખ 21 માર્ચ 2026ના રોજ શનિવારે 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના માલીયાસણ ગામથી બેડી મોરબી રોડને જોડતા મહત્વપૂર્ણ રીંગ રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું હતું. રૂપિયા 106 કરોડના ખર્ચે બનનાર આ રીંગ રોડ વિસ્તારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગનું નિર્માણ રૂડા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક લોકોને વાહન વ્યવહારની સુવિધામાં મોટો લાભ મળશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે.

કાર્યક્રમ દરમિયાન રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રાજાભાઈ ચાવડા સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ રીંગ રોડના નિર્માણથી માલીયાસણ અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે અને લોકો માટે સુવિધાઓમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!