રાજ્ય સ્તરે સન્માન પામેલ શિક્ષણસેવિકા ડૉ. રૂપલબેન માંકડ
Views: 75
0 0
Read Time:1 Minute, 51 Second

નગરના પ્રતિષ્ઠિત મહિલા આચાર્યા ડૉ. રૂપલબેન માંકડને રાજ્ય સ્તરે મળેલ સન્માન સમગ્ર શિક્ષણ જગત માટે ગૌરવની બાબત છે. અલિયાબાડા કોલેજમાં છેલ્લા ત્રણ દાયકાથી તેઓએ અધ્યાપક તરીકે માત્ર જ્ઞાન આપવાનું કામ જ નથી કર્યું, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાડામાં તેમની સેવા, સંશોધન પ્રત્યેની લગન અને લેખન-વક્તૃત્વ જેવી પ્રતિભાઓએ તેમને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓળખ અપાવી છે. શિક્ષણક્ષેત્રે તેમની નિષ્ઠા, શિસ્ત અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો સકારાત્મક અભિગમ તેમને અન્યો કરતા અલગ બનાવે છે.

અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ “અચલા અધ્યાપક સન્માન” તેમના વર્ષો સુધીના પરિશ્રમ અને પ્રતિબદ્ધતાનું યોગ્ય પ્રતિફળ છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, પદ્મશ્રી રતિલાલ બોરીસાગર અને મફતભાઈ પટેલ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ મળવો એ વધુ ગૌરવ વધારનાર બાબત છે.આ સિદ્ધિ માત્ર ડૉ. રૂપલબેન માંકડ માટે જ નહીં, પરંતુ સમગ્ર સંસ્થા અને શહેર માટે ગર્વનો વિષય છે. તેમની આ સફળતા ભવિષ્યમાં અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *