નાની ઉમરે ઈમાનની ઉજાસ – મહેરબાનુનો પ્રેરણાદાયક પ્રયાસ
Views 56

કચ્છ જિલ્લાના રાપર ગામમાં ૧૧ વર્ષની માસુમ બાળા બેલીમ મહેર હારૂનભાઈએ પવિત્ર રમજાન માસ દરમિયાન અદભૂત ઈમાન, હિંમત અને શ્રદ્ધાનો સુંદર દાખલો રજૂ કર્યો છે. મહેરબાનુએ રમજાનના પ્રથમ ચાંદથી રોજા રાખવાનું શરૂ કરીને સતત ૩૦ દિવસ સુધી ભૂખ અને પ્યાસનો ત્યાગ કરી સફળતાપૂર્વક તમામ રોજા પૂર્ણ કર્યા છે. નાની ઉમરે આ પ્રકારની ઈબાદત કરવી ખરેખર વખાણનીય અને ગૌરવની વાત છે. મહેરબાનુના આ નિષ્ઠાભર્યા પ્રયત્નથી પરિવારજનોમાં ગર્વની લાગણી સાથે સમગ્ર ગામ અને સમાજમાં આનંદનો માહોલ સર્જાયો છે. બેલીમ પરિવાર તથા ગામલોકોએ તેને દિલથી અભિનંદન પાઠવી તેની હિંમત અને ઈમાનને વધાવ્યા છે.


મહેરબાનુનો આ પ્રેરણાદાયક પ્રયાસ અન્ય બાળકો માટે પણ એક સુંદર માર્ગદર્શન બની રહ્યો છે, જેનાથી તેઓ પણ ઈબાદત અને સદાચાર તરફ પ્રેરાય છે. અલ્લાહ તઆલા મહેરબાનુને તંદુરસ્તી, દીર્ઘાયુ અને વધુ ઈમાન અતા કરે – આમિન.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!