મોરબીમાં મહિલા સશક્તિકરણને મળ્યો વેગ – જિલ્લા કક્ષાનું ભવ્ય મહિલા સંમેલન યોજાયું
Views: 92
0 0
Read Time:1 Minute, 34 Second

મોરબી જિલ્લાના સનાળા સ્થિત પટેલ સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત અનેક સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અને મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


મહાનુભાવોએ પોતાના સંબોધનમાં મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ અને સમાજમાં વધતી ભાગીદારી પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા યોજનાઓ અંગે માહિતી આપવા સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિત વિવિધ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *