રાજકોટમાં લીટલ લોર્ડ્સ પ્રી-સ્કૂલનો ૧૮મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
Views: 61
0 0
Read Time:2 Minute, 3 Second

રાજકોટ ની જાણીતી લીટલ લોર્ડ્સ પ્રી-સ્કૂલ દ્વારા તેનો ૧૮મો વાર્ષિકોત્સવ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. ‘બચપન કે દિન’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેને વાલીઓ અને મહેમાનો દ્વારા ભારે પ્રશંસા મળી હતી. કાર્યક્રમની ખાસિયત એ રહી કે તેમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અવાજ અને પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંભળાયેલો અવાજ સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં

પ્રી-સ્કૂલ સ્તરે આ પ્રકારનો નવતર પ્રયોગ નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે. સ્ટેજ પર નાના ભૂલકાઓ એ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી. બાળકોની ઊર્જા, આત્મવિશ્વાસ અને સતત રજૂઆતો જોઈને હાજર વાલીઓ અને મહેમાનો મંત્રમુગ્ધ બની ગયા હતા.સંસ્થાના ટ્રસ્ટી ઊર્મિ પટેલ અને કેતન પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સોનલબેન ડાંગરીયાએ બાળકોના કૌશલ્યને બિરદાવતા શિક્ષકો અને સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી. શાળાની ત્રણેય શાખાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ લગભગ એક મહિનાની મહેનત બાદ આ ભવ્ય કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેને વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા ભારે વધાવવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *