કુવાડવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,15 થી વધુ ગામોના નાગરિકોએ લીધો લાભ
Views 39

રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે આજે સવારે 9:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી ગ્રામ પંચાયત કચેરીના મેદાન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં આજુબાજુના 15થી 16 ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઇ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો.
સેવા સેતુ કાર્યક્રમ હેઠળ આરોગ્યલક્ષી સેવાઓ, દવાઓનું વિતરણ, આધાર કાર્ડ સંબંધિત કામગીરી, જન્મ દાખલા, આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા, ડાયાબિટીસ સહિતના રોગોની તપાસ અને સારવાર કૂપન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમજ સરકારની વીમા યોજનાઓ, પેન્શન યોજના, ખેડૂત સહાય અને બેંક સંબંધિત યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ સાતડા, કુછ, યાદવ, હિરાસર, જીવાપર, બામણબોર, નવાગામ, ગુંદાળા, ગારીડા, પારેવાળા, સાયપર, મગરવાડા, ગુંદા, તરઘડીયા, કુવાડવા અને માલીયાસણ સહિતના ગામોના નાગરિકોએ લીધો હતો.


કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચો, તલાટી કમ મંત્રીઓ, આરોગ્ય અધિકારીઓ, ડોક્ટરો તેમજ આરોગ્ય વિભાગના ભાઈઓ-બહેનો અને અન્ય સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. વિવિધ યોજનાઓ અને પ્રશ્નોને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં અંદાજે 150થી 200 જેટલા ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. સરકારની સેવાઓ સીધી પ્રજાજનો સુધી પહોંચે અને લોકો સરળતાથી યોજનાઓનો લાભ લઈ શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!