જીવનરક્ષક યોદ્ધા: વાંકાનેર 108 ની ટીમે ત્વરિત નિર્ણય અને ટેકનોલોજીથી નવજાતને આપ્યું નવજીવન
Views 32

વાંકાનેર (તા. 07/03/2026): જ્યારે સેકન્ડોની કિંમત જિંદગી સમાન હોય ત્યારે 108 ઇમરજન્સી સેવા માત્ર એમ્બ્યુલન્સ નહીં પરંતુ ‘લાઈફ સપોર્ટ ઓન વ્હીલ્સ’ બનીને માનવ જીવન બચાવવાનું કામ કરે છે. વાંકાનેર પંથકમાં સર્જાયેલી એક મેડિકલ કટોકટીમાં 108 ની ટીમે સમયસર કામગીરી કરીને એક નવજાત બાળકને નવજીવન આપ્યું છે.આજે સવારે અંદાજે 11:55 કલાકે વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. મનાલી દ્વારા ગંભીર સ્થિતિ અંગે ‘ક્રિટિકલ કોડ’ જનરેટ કરવામાં આવ્યો હતો. સુનિતાબેન સુખલાલભાઈના માત્ર 30 મિનિટ પહેલા જન્મેલા બાળકને Severe Birth Asphyxia જેવી અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. બાળકને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતાં તેને ET Tube પર રાખી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હોસ્પિટલ થી મોરબી સુધીની સફર જીવન અને મરણ વચ્ચેનો સંઘર્ષ સમાન બની હતી. આ દરમિયાન IFT વાંકાનેર 108 ના EMT પ્રવીણભાઈ મેરેએ શાંતિ અને કુશળતાથી Emergency Response Center Physician ડૉ. જે.ડી. પટેલ સાથે ડિજિટલ માધ્યમથી સંપર્ક કરીને માર્ગદર્શન મેળવ્યું. એમ્બ્યુલન્સ માં જ આધુનિક પ્રોટોકોલ મુજબ ઓક્સિજન સપોર્ટ તથા BVM (Bag Valve Mask) દ્વારા બાળકના વાઈટલ્સને સ્થિર રાખવામાં આવ્યા હતા.
બીજી તરફ એમ્બ્યુલન્સના પાયલોટ લાલજીભાઈએ ટ્રાફિક અને સમયના પડકાર વચ્ચે સાવચેતી અને ઝડપી ડ્રાઈવિંગ કરીને એમ્બ્યુલન્સને સમયસર મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી.મોરબી સિવિલ હોસ્પિટલના ડૉ. નીતિનએ 108 ટીમની સમયસર કામગીરી અને પ્રી-હોસ્પિટલ કેરની પ્રશંસા કરતાં જણાવ્યું કે ટીમના સચોટ અને ઝડપી પ્રતિસાદને કારણે બાળકનો જીવ બચાવી શકાયો છે.
ઘટના બાદ પરિવારજનોએ પણ ભાવુક બની જણાવ્યું હતું કે “અમારા માટે 108 ના જવાનો કોઈ સુપરહીરોથી કમ નથી.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!