હળવદમાં AAPનું શક્તિ પ્રદર્શન : “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” યોજાઈ
Views 87

હળવદ તાલુકાના ચરાડવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના ગઢ માનાતા વિસ્તારમાં યોજાયેલી આ સભામાં ખેડૂતો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.ચરાડવાના લીંબડીયા હનુમાનજીના ચોક ખાતે યોજાયેલી સભામાં AAPના આગેવાનો દ્વારા રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સાંસદના કાર્ય પર ટીકા કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક સ્તરે ગટર સહિતની વિવિધ સમસ્યાઓ પણ ઉઠાવવામાં આવી હતી અને તેને ઝડપથી ઉકેલવાની માંગ કરવામાં આવી હતી.સભામાં આગેવાનો દ્વારા ખેડૂતોના પ્રશ્નો, સ્થાનિક વિકાસ અને

રાજકીય પરિવર્તનની જરૂરિયાત અંગે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર આમ આદમી પાર્ટી દમદાર રીતે ચૂંટણી લડશે તેવો સંકેત પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફનટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઈ રામ, હળવદ તાલુકા AAP પ્રમુખ ચંદુભાઈ મોરી, બ્રિજરાજ સોલંકી, પંકજ રાણસરીયા સહિત હળવદ તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર : સંજય નંદેસરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!