મોરબીના સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક તણાવની અસરના સંકેતો
Views: 116
0 0
Read Time:2 Minute, 52 Second

“‘ગેસ સપ્લાય અંગે ચિંતા વચ્ચે ઉદ્યોગપતિઓ સક્રિય, વિકલ્પો શોધવા બેઠક યોજાઈ”‘

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ મહિર એ.દિવાન મોરબી: મોરબીની ઉદ્યોગ નગરીમાં સિરામિક ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ માં ગેસ સપ્લાય અંગે ચિંતા જોવા મળી રહી છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને અમેરિકા સાથેની વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ ના પ્રભાવને કારણે પ્રોપેન ગેસની આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેન ખોરવાઈ શકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં અગ્રણીઓમાં ગણાય છે અને મોટા પ્રમાણમાં પ્રોપેન ગેસ પર આધારિત છે. અંદાજે 70 ટકા કારખાનાઓ પ્રોપેન ગેસથી સંચાલિત છે.

સપ્લાયમાં વિક્ષેપ સર્જાય તો ઉત્પાદન પર સીધી અસર થવાની શક્યતા છે. હાલ ઉપલબ્ધ ગેસ સ્ટોક મર્યાદિત દિવસો પૂરતો જ રહેશે એવી ચર્ચા ઉદ્યોગ વર્તુળોમાં ચાલી રહી છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિરામિક ઉદ્યોગપતિઓએ ગુજરાત ગેસ લિમિટેડની કચેરી ખાતે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન હાલની સ્થિતિ, ગેસ સપ્લાયનું આયોજન અને સંભવિત વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ પરિસ્થિતિ પર નજર રાખી યોગ્ય સમન્વયથી ઉકેલ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજે 4 લાખ મજૂરો માટે પણ આ પરિસ્થિતિ મહત્વપૂર્ણ બની છે. જો ગેસ સપ્લાયમાં લાંબો વિક્ષેપ સર્જાય તો રોજગારી પર અસર થવાની શક્યતા નકારી શકાય નહીં. સાથે જ કારખાનેદારોને મહિને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.

તેમ છતાં ઉદ્યોગપતિઓ આશાવાદી દૃષ્ટિકોણ સાથે સરકાર અને ગેસ સપ્લાયર્સ સાથે સંકલન કરી સ્થિતિ સંભાળવાના પ્રયાસોમાં લાગેલા છે. મંદી અને મોંઘવારીના માહોલ વચ્ચે પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ સ્થિરતા જાળવી રાખે અને ઉત્પાદન સતત ચાલુ રહે તે માટે પ્રયત્નો ચાલુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *