વાંકાનેરમાં 30 વર્ષની નિષ્ઠાવાન સેવા બાદ નારણભાઈ રાઠોડને ભાવભીની વિદાય
Views 195

તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ મથકે 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા પૂર્ણ કરનાર નારણભાઈ કરસનભાઈ રાઠોડને વહીવટી મર્યાદા નિવૃત્તિ નિમિત્તે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.


નારણભાઈ એ 13-06-1996ના રોજ ધોરાજી (રાજકોટ જિલ્લામાં) પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની સેવા યાત્રાની શરૂઆત કરી હતી. પોતાના મિત્ર સ્વભાવ, શિસ્તબદ્ધ કાર્યશૈલી અને પ્રજા પ્રત્યેની લાગણીને કારણે તેઓ સહકર્મીઓ તથા નાગરિકોમાં લોકપ્રિય રહ્યા હતા.વર્ષ 2017માં તેમને જમાદાર તરીકે પ્રમોશન મળ્યું હતું. ફરજ દરમિયાન તેમણે જુનાગઢ, પાટણ, ટંકારા તેમજ વાંકાનેર તાલુકા પોલીસ મથકે વિવિધ જવાબદારીઓ નિભાવી નોંધપાત્ર કામગીરી કરી હતી. વિદાય સમારોહ દરમિયાન વાંકાનેર સિટી પી.આઈ. હુકુમતસિંહ જાડેજા, તાલુકા પી.આઈ. બી.વી. પટેલ સહિત સમગ્ર પોલીસ સ્ટાફે નારણભાઈને ફૂલહારથી સન્માનિત કરી શ્રીફળ અર્પણ કર્યું હતું. આશરે પોણા બે વર્ષ સુધી વાંકાનેરમાં બજાવેલી ફરજ દરમિયાન સહકર્મીઓ સાથે પરિવારિક લાગણીનું નાતું બંધાયું હતું, જેના કારણે સમારંભમાં ભાવુક ક્ષણો સર્જાયા હતા.નાગડાવાસ (મોરબી જિલ્લા)ના વતની અને હાલ કર્મભૂમિ રાજકોટ ધરાવતા નારણભાઈ રાઠોડે પોતાની 30 વર્ષની સેવા દરમિયાન પ્રજા રક્ષક તરીકે નિષ્ઠા, ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.નોકરી જીવનમાં સફળતા સાથે તેમણે કૌટુંબિક જીવનમાં પણ સિદ્ધિ મેળવી છે. તેમના બે દીકરાઓમાં એક રજિસ્ટ્રાર ક્લાસ-1 અધિકારી તરીકે તેમજ બીજો એફ.એસ.એલ.માં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
તેમની નિવૃત્તિ પ્રસંગે એકતા, સ્નેહ અને આદરના દ્રશ્યો સમગ્ર પોલીસ પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!