મોરબી તાલુકા પોલીસની સતર્કતા: દેશી દારૂના જથ્થા સાથે બોલેરો પીકઅપ ઝડપાઈ
Views 178

મોરબી: મોરબી તાલુકા પોલીસે ફરી એકવાર સતર્કતા અને ઝડપી કામગીરીનો દાખલો આપતાં રંગપર (બે) ગામની સીમમાં એલીયન્ટ સીરામીક પાછળના કાચા રસ્તેથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.મળતી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી મુજબ સફેદ રંગની મહેન્દ્રા બોલેરો પીકઅપ(નંબર:GJ-03-AZ-8667),

જેના આગળના કાચ પર લાલ અક્ષરે “Hassan” લખેલું હતું, તે ગેરકાયદેસર રીતે દારૂ ભરાવી મોરબીથી જેતપર બાજુ જતી હતી. પોલીસ ટીમે તકેદારીપૂર્વક વાહન રોકી તપાસ કરતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.કબજે કરાયેલ મુદ્દામાલ:દેશી દારૂ અંદાજે 1000 લિટર (કિંમત₹20,000/-) મહેન્દ્રા બોલેરો પીકઅપ (કિંમત ₹3,00,000/-)કુલ મુદ્દામાલ: ₹3,20,000/-પોલીસે સ્થળ પરથી સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.કે. ચારેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.મોરબી તાલુકા પોલીસની આ કાર્યક્ષમતા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!