મોરબીમાં લોકચાહનાનો અભિવ્યક્તિ:મંત્રી કાંતિભાઈ અમૃતિયાના આરોગ્ય માટે ઉમા ટાઉનશીપમાં હવન
Views 104

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ રફીક અજમેરી મોરબી:મોરબી શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં આસ્થા અને લોકચાહનાનો અનોખો નજારો જોવા મળ્યો, જ્યારે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ના સફળ ઓપરેશન પૂર્ણ થતા વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.ઉમિયા માતાજીના પવિત્ર મંદિરે સિદસર મહિલા સમિતિ મોરબી અને પંચમુખી ગરબા મંડળના સહયોગથી હવન તથા આનંદમય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમમાં મહિલાઓએ હવનમાં આહુતિ આપી મંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે

પ્રાર્થના કરી.આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લા મહિલા પ્રમુખ ચાંદનીબેન એમ. મણિયાર, જાગૃતિબેન ગઢીયા, સુનિતાબેન સહિત અનેક મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પ્રાર્થનામાં જોડાયા. મહિલા સમિતિએ જણાવ્યું કે “પ્રાર્થના સૌથી શક્તિશાળી માધ્યમ છે; શુદ્ધ ભાવનાથી કરેલી પ્રાર્થના અશક્યને પણ શક્ય બનાવે છે.”કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ સાથે આનંદના ગરબા ગુંજ્યા અને સમગ્ર વાતાવરણ આશાવાદ અને ઉત્સાહથી છલકાયું. શહેરવાસીઓએ મંત્રીશ્રી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરી જનસેવામાં સક્રિય બને તેવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી.


આ આયોજન માત્ર ધાર્મિક વિધિ ન હતું, પરંતુ પ્રજાની લાગણી, વિશ્વાસ અને લોકચાહનાનો જીવંત દાખલો હતો—જેમાં નેતા અને જનતા વચ્ચેનો આતૂટ સંબંધ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!