શુભ સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન
Views 234

મોરબી શહેરમાં માનનીય ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના આવનાર બોમ્બે ઓપરેશનને ધ્યાનમાં રાખીને તેમના શુભ સ્વાસ્થ્ય અને ઝડપી આરોગ્યલાભ માટે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.


મોરબી શહેર ભાજપ અને મિશન નવભારતના કાર્યકર્તાઓ દ્વારા મહામંડલેશ્વર 1008 માં શ્રી શ્રી કંકેશ્વરી દેવીના પવિત્ર સાનિધ્યમાં આ યજ્ઞ યોજાશે. કાર્યક્રમમાં મોરબી શહેર તથા જિલ્લાના તમામ હોદ્દેદારો, મોરચા પ્રમુખ વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રભારીઓ, બુથ પ્રમુખ, કાર્યકર્તા મિત્રો તેમજ મોરબીની વિવિધ એનજીઓના પ્રતિનિધિઓને હવનમાં આહુતિ આપવા ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.
તારીખ: 21/02/2026
સમય: સવારે 11:00 કલાકે
સ્થળ: ખોખરા હનુમાન, ભરતનગર, મોરબી-2
કાર્યક્રમ બાદ બપોરનો પ્રસાદ પણ સાથે લેવાશે. મોરબી શહેર ભાજપ પરિવાર અને મિશન નવભારત પરિવાર દ્વારા આ યજ્ઞ મારફતે પ્રાર્થના કરવામાં આવી છે કે મંત્રીશ્રી સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ કરી ઝડપથી સ્વસ્થ થઈ જનસેવામાં ફરી જોડાય.આ આયોજન શહેરમાં એકતા, શ્રદ્ધા અને શુભેચ્છાનો સકારાત્મક સંદેશ પ્રસરે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!