ઘરેથી નીકળી ગયેલી ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલનમોરબી ૧૮૧ અભયમ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન અને ૧૧૨ જનરક્ષક ટીમની સરાહનીય
Views 75

અહેમદાબાદ મિત્ર ન્યુઝ મોરબી મોરબી: શહેરમાં ઘરેથી નીકળી ગયેલી ત્રણ વર્ષની નાનકડી બાળકીનું સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે. આ ફરજ ના ભાગે માનવતાભર્યા કાર્યમાં મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ તેમજ ૧૧૨ જનરક્ષક ટીમે સંયુક્ત અને ઝડપી કાર્યવાહી કરી મહત્વની ભૂમિકા ભજવી છે.બાળકી ઘરેથી વિખૂટી પડ્યાની માહિતી મળતાની સાથે જ સંબંધિત તમામ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. બાળકીની સલામતી અને સંભાળ રાખી જરૂરી તપાસ હાથ ધરવામાં આવી. સતત પ્રયત્નો અને સમન્વયના પરિણામે બાળકીના પરિવારજનોને શોધી કાઢી અંતે બાળકીનું સલામત રીતે પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું.
બાળકી પરિવારને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોએ તમામ ટીમોનો દિલથી આભાર માન્યો. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે ૧૮૧ અભયમ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન અને ૧૧૨ જનરક્ષક ટીમો સમાજમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે હંમેશા સજ્જ અને પ્રતિબદ્ધ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!