પાળિયાદ જગ્યામાં મહાશિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન
Views 23


,
મહાશિવરાત્રીના પવિત્ર અવસરે પાળિયાદ સ્થિત વિસામણબાપુની જગ્યા ખાતે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું ભવ્ય અને ભાવભીનુ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસર ‘ઓમ નમઃ શિવાય’ના જપ અને વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું.
આ ધાર્મિક અનુષ્ઠાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ, પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વચન અને પુજ્ય શ્રી ભયલુબાપુની પવિત્ર પ્રેરણાથી સંપન્ન થયું હતું. વિધિવત્ વૈદિક પદ્ધતિથી યજ્ઞવિધિ પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં રુદ્રપાઠ, અખંડ ધૂન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


આ પવિત્ર પ્રસંગે પુજ્યશ્રી બા, પુજ્ય શ્રી ભયલુબાપુ, બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ તથા પુજ્ય શ્રી દિયાબા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની પવિત્ર હાજરીએ સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બનાવ્યો હતો.
મોટી સંખ્યામાં ગામજનો તથા આસપાસના વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધર્મલાભ મેળવ્યો હતો. ભક્તિમય વાતાવરણ અને સેવા-સમર્પણની ભાવનાએ મહાશિવરાત્રીનો ઉત્સવ યાદગાર બની રહ્યો.


અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ: કનુભાઈ ખાચર પાળિયાદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!