સરકારશ્રીની સંવેદનશીલ પહેલ: કુદરતી આફતમાં મૃતકોના પરિવારને રૂ. 4 લાખની સહાય, દુઃખની ઘડીમાં રાજ્ય સરકાર બની સહારો
Views: 98
0 0
Read Time:2 Minute, 42 Second

“”મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સહાય વિતરણ કાર્યક્રમ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને કલેક્ટર સ્વપ્નીલ ખરેની ઉપસ્થિતિમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ””

રિપોર્ટ આરીફ દિવાન મોરબી: મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કુદરતી આફતમાં જીવ ગુમાવનાર પરિવારો પ્રત્યે રાજ્ય સરકારની સંવેદના વ્યક્ત કરતો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ પ્રસંગે માળિયા તાલુકા તેમજ વાંકાનેર તાલુકાના કોટડા ગામમાં કુદરતી આફત દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને સરકારની જોગવાઈ મુજબ રૂ. 4 લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સહાય વિતરણ પહેલાં ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે કુદરતી આફતથી થયેલી માનવીય ક્ષતિની ભરપાઈ કોઈ પણ સહાય કરી શકતી નથી, પરંતુ રાજ્ય સરકાર દુઃખની આ ઘડીમાં પીડિત પરિવારોની સાથે અડીખમ ઊભી છે. સરકારનો પ્રયાસ માત્ર આર્થિક સહાય પૂરતો નહીં, પરંતુ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ પ્રકારનો સહયોગ પહોંચાડવાનો છે.કુદરતી આફતો માં જીવહાનિ બાદ સરકાર દ્વારા સમયસર સહાય પહોંચાડવી એ માત્ર વહીવટી પ્રક્રિયા નહીં પરંતુ માનવતાનું પ્રતિબિંબ છે. દુઃખની ઘડીમાં પરિવારને મળતી આર્થિક સહાય તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ બને છે અને સરકાર પ્રજાની સાથે છે એવો વિશ્વાસ વધુ મજબૂત કરે છે. મંત્રી, ધારાસભ્ય અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ઉપસ્થિતિએ રાજ્યની સંવેદનશીલ અને જવાબદાર શાસન વ્યવસ્થાનો સકારાત્મક સંદેશ આપ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *