અમદાવાદ પોલીસનો મેગા એક્શન: ૧૩૧ બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા, શહેરભરમાં સર્જિકલ સ્ટ્રાઈકથી ગુનાખોરોમાં ફફડાટ
Views: 60
0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદ: શહેરની કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા શહેરભરમાં વ્યાપક કોમ્બિંગ અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને ૧૩૧થી વધુ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી, જ્યારે અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની પણ સઘન પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.

પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે શહેરના એવા આશરે ૫૦ સંવેદનશીલ પોઇન્ટ, જ્યાં સામાન્ય લોકોને પરિવાર સાથે અવરજવર કરવામાં પણ મુશ્કેલી અનુભવાય છે, ત્યાં દરરોજ ૨૫થી ૩૦ પોલીસ ટીમો દ્વારા વાહન ચેકિંગ, બાઈક ચેકિંગ, હથિયારોની તપાસ, નશાની હાલતમાં ફરતા તત્વો સામે કાર્યવાહી તથા અસામાજિક તત્વોના અડ્ડાઓ પર કડક નજર રાખવામાં આવશે. તાજેતરમાં રથયાત્રા સહિતની મહત્વપૂર્ણ કાયદો-વ્યવસ્થા સંભાળ્યા બાદ અને અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કરવા વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં સુરક્ષા માટે આ આક્રમક એક્શન પ્લાન અમલમાં મૂક્યો હોવાનું જાણવા મળે છે.પોલીસના આ અભિયાનથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગામી દિવસોમાં પણ આવા સઘન ઓપરેશન ચાલુ રહેવાના સંકેતો પોલીસ તંત્રે આપ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *