પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ
Views: 47
0 0
Read Time:1 Minute, 35 Second

મોરબી, તા. 5 ઓગસ્ટ: મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ નાસતા આરોપીઓને શોધી કાઢવાના અભિયાન દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળની ટીમે ચોક્કસ બાતમીના આધારે આરોપી અબુબકર ઉર્ફે અબુ જમાલભાઈ માકડી (રહે. ધાંગધ્રા, મોચીવાડા, હરીપર રોડ, જી. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડ્યો હતો.
આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો. સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ધાંગધ્રા ખાતે છુપાયેલા આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *