ગવરીદડમાં વિકાસનું શુભ મુહૂર્ત જિલ્લા પંચાયતની રૂ. 7.50 લાખની ગ્રાન્ટથી બે કોઝવેના કામોનું ખાતમુહૂર્ત
Views: 83
0 0
Read Time:2 Minute, 25 Second

રાજકોટ, ગતતા. 05 ઓગસ્ટ 2026 રાજકોટ જિલ્લા પંચાયત ના સ્વવિવેક ભંડોળમાંથી વિકાસલક્ષી કામગીરીને વેગ આપતા રાજકોટ તાલુકાના ગવરીદડ ગામે કુલ રૂ. 7.50 લાખના ખર્ચે બે કોઝવેના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગ્રામજનોની લાંબા સમયથી રહેલી સુવિધાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી હાથ ધરાયેલી આ કામગીરીને સ્થાનિકોએ

આવકારી હતી.પ્રથમ કોઝવેનું કામ બિલેશ્વર જવાના માર્ગ પર જયુભા જાડેજા તથા દિલીપભાઈ કમાણીની વાડી પાસે જિલ્લા પંચાયતની રૂ. 5.00 લાખની ગ્રાન્ટથી હાથ ધરાશે, જ્યારે રમેશભાઈ રાજાભાઈ અજાણીની વાડી પાસે બીજા કોઝવેનું કામ રૂ. 2.50 લાખના ખર્ચે કરવામાં આવશે. બંને વિકાસકાર્યો માટે કુલ રૂ. 7.50 લાખની ગ્રાન્ટ ફાળવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા પંચાયત બેડી-3 બેઠકના સભ્ય પ્રતિનિધિ રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ), ગવરીદડ ગામના સરપંચ પ્રતિનિધિ મનીષભાઈ અજાણી, ઉપસરપંચ ભરતભાઈ, રાજકોટ તાલુકા યુવા ભાજપના મહામંત્રી ધનરાજભાઈ ડોડીયા, તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ ધનરાજભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ કેયૂરભાઈ ઢોલરીયા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સુરેશભાઈ મકવાણા, અનુજા મોરચાના મહામંત્રી મિતભાઈ ગોહિલ, અજયભાઈ સાગઠિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રજાલક્ષી વિકાસકાર્યોને સતત પ્રાધાન્ય આપીને ગામમાં પાયાની સુવિધાઓ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના વિકાસલક્ષી કામોથી ગ્રામજનોને વર્ષો સુધી સીધો લાભ મળશે અને ગામના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *