અમદાવાદમાં પ્રિ-મોન્સૂન ના દાવા વચ્ચે ફરી ભૂવો: ઈન્દ્રપુરીમાં જીવલેણ ખાડાથી લોકોમાં રોષ
Views: 35
0 0
Read Time:2 Minute, 8 Second

અમદાવાદ: શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીના તંત્રના દાવા વચ્ચે વધુ એક માર્ગ બેસી જવાની ઘટના સામે આવી છે. ઈન્દ્રપુરી વિસ્તાર માં કુશાભાઉ ઠાકરે હોલ સામે અને જનવિતરણ કેન્દ્ર નજીક મુખ્ય માર્ગ પર અચાનક વિશાળ ભૂવો પડતાં સ્થાનિકોમાં ભારે રોષ અને અકસ્માતનો ભય ફેલાયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ વિસ્તારમાં લીકેજ અને ડ્રેનેજ લાઇનની ખામીના કારણે રસ્તો બેસી ગયો હતો. તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કાયમી ઉકેલ ન લાવવામાં આવતા ચોમાસાની વરસાદી સ્થિતિમાં ફરી માર્ગ ધસી ગયો છે.આ માર્ગ દિવસભર ભારે વાહનવ્યવહાર ધરાવે છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન ભૂવો નજરે ન ચઢે તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ તંત્ર દ્વારા સ્થળને બેરિકેડથી ઘેરી દેવાયું છે,

છતાં સ્થાનિકોનું કહેવું છે કે માત્ર બેરિકેડ પૂરતા નથી, માર્ગનું વૈજ્ઞાનિક રીતે કાયમી સમારકામ જરૂરી છે.પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના માર્ગો, ગટર અને ડ્રેનેજ લાઇનની ચકાસણી તથા મજબૂતીકરણના દાવા કરવામાં આવ્યા હતા. તેમ છતાં સતત માર્ગ બેસી જવાની ઘટનાઓ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે.સ્થાનિક રહિશોએ જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરી, લીકેજનું મૂળ કારણ દૂર કરી અને સમગ્ર માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ તાત્કાલિક હાથ ધરવાની માંગ ઉઠાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *