વાંકાનેર સિટી પોલીસે ઈકો કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપ્યા; ₹3.12 લાખનો મુદ્દામાલ કબજે
Views: 81
0 0
Read Time:1 Minute, 39 Second

આરીફ દિવાન વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે ઈકો કાર ચોરીના કેસમાં બે આરોપી ઓ ને ઝડપી પાડી તેમની પાસેથી અંદાજે ₹3.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવસૂત્રોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઈકો કારની ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે ચોરાયેલી કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹3,12,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ ચાલુ છે.આ સમગ્ર કામગીરી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિવિઝનના એએસપી સમીર સરડાના સુપરવિઝનમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *