માનવતાની મિસાલ:વાંકાનેર સિટી પોલીસ અને સેવાભાવીઓએ વરસાદી સંકટમાં જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યો સહારો
Views: 176
0 0
Read Time:1 Minute, 40 Second

વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારમાં સતત વરસાદ તથા ચોમાસાની વિકટ પરિસ્થિતિ વચ્ચે વાંકાનેર સિટી પોલીસ અને સ્થાનિક સેવાભાવીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.વાંકાનેર સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભોજરાજસિંહ ઝાલા, રેશ્માબેન સૈયદ તથા ભવેશભાઈ ગરચર દ્વારા નીચાણવાળા અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોંચીને અનેક પરિવારોને થેપલા, કેક સહિતના ખાદ્યપદાર્થો નું વિતરણ કરવામાં આવ્યું હતું. સતત વરસાદને કારણે જ્યાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની હતી, ત્યાં આ ટીમે જાતે જઈને મદદ પહોંચાડી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જોખમગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે સેવાભાવ સાથે કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. વરસાદી આપત્તિના સમયમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની જ નહીં, પરંતુ સમાજની સુરક્ષા અને માનવસેવાની જવાબદારી પણ નિભાવી રહી છે. વાંકાનેર સિટી પોલીસ અને સેવાભાવીઓની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *