પીપળીયારાજમાં પોલિયો રવિવારની સફળ ઉજવણી : ‘બે ટીપા જિંદગીના’ સંદેશ સાથે 0 થી 5 વર્ષના બાળકોને અપાઈ પોલિયોની રસી
Views: 37
0 0
Read Time:2 Minute, 57 Second

વાંકાનેર, ગતતા. 28 જૂન: ના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–2026 અંતર્ગત રવિવારે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે “”પોલિયો રવિવાર'”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અભિયાન હેઠળ જન્મથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવાના હેતુથી પોલિયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની આશા કાર્યકર્તાઓએ ઘરે-ઘરે સંપર્ક કરી બાળકોને પોલિયો બુથ સુધી પહોંચાડ્યા હતા. માતા-પિતાએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની પોતાના બાળકોને પોલિયોની રસી અપાવી હતી. આ અભિયાન માત્ર આરોગ્ય કાર્યક્રમ નહીં, પરંતુ આગામી પેઢીને પોલિયોમુક્ત અને સ્વસ્થ ભારત તરફ લઈ જતું મહત્વપૂર્ણ જનઆંદોલન હોવાનું જોવા મળ્યું.આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મેહબૂબભાઈ કડીવાર તથા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય હુસેનભાઈ વલી શેરસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બંને આગેવાનોએ નાના ભૂલકાઓને પોતાના હાથે પોલિયોની રસીના બે ટીપા પીવડાવી અભિયાનમાં સહભાગી બની ગ્રામજનોને અપીલ કરી હતી કે, 0 થી 5 વર્ષનો એકપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે. આ અભિયાનની સફળતા પાછળ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો તથા અન્ય સ્ટાફની સક્રિય કામગીરી મહત્વપૂર્ણ રહી હતી. ગામમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને દરેક બાળક સુધી રસીકરણનો લાભ પહોંચે તે માટે સૌએ સંયુક્ત પ્રયાસો કર્યા હતા.પોલિયો જેવા ગંભીર રોગ સામે ભારતે નોંધપાત્ર સફળતા મેળવી છે, પરંતુ તે સફળતા જાળવી રાખવા માટે દરેક રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનમાં સંપૂર્ણ ભાગીદારી અનિવાર્ય છે. પીપળીયારાજમાં યોજાયેલ આ કાર્યક્રમ એ દર્શાવે છે કે જ્યારે આરોગ્ય વિભાગ, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ગ્રામજનો સાથે મળીને કાર્ય કરે છે, ત્યારે જાહેર આરોગ્યના અભિયાનો વધુ અસરકારક બને છે. આવા પ્રયાસો પોલિયોમુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *