પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ તબીબનો વાંકાનેર સિટી પોલીસે કર્યો ભાંડો ફોડ સતર્ક પોલીસની ત્વરિત કાર્યવાહીએ બચાવ્યા અનેક જીવ
Views: 100
0 0
Read Time:3 Minute, 51 Second

વાંકાનેર: મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બોગસ તબીબો સામે શરૂ કરાયેલી ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. વાંકાનેર સિટી પોલીસે ગુપ્ત બાતમીના આધારે વર્ષોથી ડિગ્રી વિના ડોક્ટરી કરી લોકોના આરોગ્ય સાથે જોખમી ચેડાં કરનાર એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કામગીરીને પ્રજાના આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ અને પ્રશંસનીય માનવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભોજરાજસિંહ ઝાલા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેશ્માબેન સૈયદને ચોક્કસ માહિતી મળી હતી કે વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં એક વ્યક્તિ કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વિના પોતાના નામની આગળ “ડોક્ટર” લખીને આયુર્વેદિક સારવારના નામે હરશ, મસા, ભગંદર અને ફિશર જેવી બીમારીઓની સારવાર કરી રહ્યો છે. એટલું જ નહીં, તે ઇન્સ્યુલિન સિરીંજથી લોકલ એનેસ્થેસિયા આપી નાની સર્જરી જેવી પ્રક્રિયાઓ પણ કરતો હોવાનું સામે આવ્યું હતું. માહિતીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી જાકીરખાન બસીરખાન પઠાણ (ઉર્ફે ડૉ. જે.કે. પઠાણ)ને ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી આયુર્વેદિક દવાઓ, લોકલ એનેસ્થેસિયાના વાયલ, ઇન્સ્યુલિન સિરીંજ, સર્જિકલ સાધનો સહિત કુલ રૂ. 3,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023)ની કલમ 125 તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ-1963ની કલમ 30 અને 33 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કેસ માત્ર એક બોગસ તબીબની ધરપકડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. ડિગ્રી વિના સારવાર કરનાર આવા તત્વો દર્દીઓના જીવ સાથે સીધો ખેલ કરે છે. ખોટી સારવાર, બિનઅનુમોદિત ઇન્જેક્શન અથવા સર્જિકલ પ્રક્રિયાઓ દર્દીના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.વાંકાનેર સિટી પોલીસની સતર્કતા, ચોક્કસ બાતમી પર ઝડપી કાર્યવાહી અને પુરાવા સાથે આરોપીને કાયદાના કટઘરામાં લાવવાની કામગીરી પ્રજાલક્ષી પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ છે. આવી કામગીરીથી સમાજમાં બોગસ તબીબો સામે ભયનો માહોલ ઉભો થશે અને સામાન્ય લોકોમાં પણ સજાગતા વધશે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ તબીબ પાસે સારવાર લેતા પહેલાં તેમની લાયકાત અને નોંધણી અંગે ખાતરી કરે તથા આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસ અથવા આરોગ્ય વિભાગને કરે. વાંકાનેર સિટી પોલીસની આ કામગીરીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ બોગસ તત્વને કાયદો છોડશે નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *