વિકાસના દાવા વચ્ચે શાળાનું મેદાન જળબંબાકાર! પીપરડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પ્રશ્નચિહ્ન’
Views: 38
0 0
Read Time:3 Minute, 11 Second

‘રિપોર્ટર બાબુભાઈ ડાભી ચોટીલા:રમતના સાધનો પાણીમાં ગરકાવ, ગંદકીથી રોગચાળાનો ભય; વાલીઓએ જિલ્લા શિક્ષણ તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉઠાવી માંગ ચોટીલા તાલુકાના પીપરડી ગામની પ્રાથમિક શાળામાં ચોમાસાની શરૂઆતમાં જ ગંભીર સુવિધાકીય સમસ્યા સામે આવી છે. શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી અંદાજે અડધો ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. પરિણામે નાના બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એલ.કે.જી.થી ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓ માટે રમવા તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની છે. ગામલોકો અને વાલીઓના જણાવ્યા મુજબ, પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહેતાં મચ્છરો અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની આશંકા ઉભી થઈ છે. ઉપરાંત, શાળામાં પીવાના પાણી માટે હજુ પણ સામાન્ય માટલાની વ્યવસ્થા હોવાને કારણે સ્વચ્છતા અને આરોગ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વાલીઓએ શાળામાં ફિલ્ટર પ્લાન્ટ જેવી સુરક્ષિત પીવાના પાણીની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે.


આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી, સંબંધિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરીને સ્થળનું તાત્કાલિક સર્વેક્ષણ કરી વરસાદી પાણીના કાયમી નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વાલીઓનું કહેવું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આગામી મહિનાઓમાં વધુ વરસાદ પડશે તો બાળકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓના આરોગ્ય, સુરક્ષા અને શિક્ષણ પર તેની સીધી અસર પડી શકે છે.
આ ઘટના ફરી એક વખત પ્રિ-મોનસૂન કામગીરીની અસરકારકતા અંગે પ્રશ્નો ઉભા કરે છે. સરકાર દ્વારા વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓના દાવાઓ વચ્ચે જો શાળા જેવી પાયાની સંસ્થામાં વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત વ્યવસ્થા પણ ન હોય, તો સંબંધિત વિભાગોની કામગીરીની સમીક્ષા જરૂરી બને છે.
વિદ્યાર્થી હિતને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને શાળા પરિસરને સમસ્યામુક્ત બનાવવામાં આવે તેવી ગ્રામજનો અને વાલીઓની માંગ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *