સરા શાળામાં પ્રવેશોત્સવનો ઉમંગ
Views: 70
0 0
Read Time:2 Minute, 4 Second

રિપોર્ટ: એશા પારેખ, મૂળી:મૂળી તાલુકાના સરા ગામ સ્થિત શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા. 23 જૂન, 2026ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026નું ભવ્ય આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. ટુંડિયા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ધોરણ-9માં પ્રવેશ મેળવનાર 70 અને ધોરણ-11માં પ્રવેશ મેળવનાર 63 વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પરિવારમાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રેયસ કેળવણી મંડળ-સરાના પ્રમુખ અનિલભાઈ વરમોરા, ટ્રસ્ટીશ્રીઓ નીતિનભાઈ વરમોરા અને વાસુદેવભાઈ વરમોરા,

સી.આર.સી. નીતિનભાઈ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય કમલેશભાઈ કુણપરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી અક્ષા માડકિયા અને નુફીશ માડકિયાએ આત્મવિશ્વાસપૂર્વક કર્યું હતું. વિદ્યાર્થીઓના હર્ષોલ્લાસ, વાલીઓની હાજરી અને શિક્ષકોની સમર્પિત કામગીરી વચ્ચે પ્રવેશોત્સવ પ્રેરણા, આનંદ અને નવા સપનાઓ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *