રાજકોટ રેન્જનો મેગા એક્શન સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પર તવાઈ, ₹2.50 કરોડનો મુદ્દામાલ સીઝ
Views: 392
0 0
Read Time:2 Minute, 52 Second

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરકારની સંપત્તિ અને કુદરતી સંસાધનોને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા મળેલા નિર્દેશોના અનુસંધાને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ વર્કઆઉટના આધારે ચોક્કસ બાતમી મેળવી હતી.બાતમીના આધારે ગુદીયાવાળા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીન પર દરોડો પાડતાં ગભરુ મોગલ નામનો શખ્સ ગેરકાયદેસર ખનીજ ખનન કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹1.50 કરોડ કિંમતના ત્રણ હિટાચી મશીનો કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત સ્થળ પરથી ત્રણ ખાલી ડમ્પર અને રસ્તા પરથી કપચી ભરેલો એક ડમ્પર મળી કુલ ચાર ડમ્પર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ચારેય વાહનોની અંદાજિત કિંમત ₹1 કરોડ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આમ, કુલ ₹2.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરીને આરોપીઓ અને વાહનોને ધજાળા પોલીસ તથા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે.ગેર
કાયદેસર ખનીજ ખનન માત્ર સરકારી આવકને નુકસાન પહોંચાડતું નથી, પરંતુ પર્યાવરણ અને કુદરતી સંતુલન માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે. સરકારી ખરાબાની જમીન પર ખુલ્લેઆમ ખનન થતું હોવું એ સ્થાનિક સ્તરે માફિયાઓના મજબૂત નેટવર્ક તરફ ઈશારો કરે છે.
ખાસ કરીને ત્રણ હિટાચી અને ચાર ડમ્પર જેવી ભારે મશીનરી સાથે ખનન થતું હોવું દર્શાવે છે કે આ પ્રવૃત્તિ લાંબા સમયથી અને સંગઠિત રીતે ચાલી રહી હોવાની શક્યતા છે.


રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે ખનીજ માફિયાઓ સામે હવે માત્ર દંડાત્મક નહીં, પરંતુ આર્થિક રીતે પણ મોટી અસર કરતી કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ: સંજય નંદેસરીયા, હળવદ

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *