માનવતાની યાદને જીવંત રાખતું પ્રેરણાદાયી સ્મૃતિદ્વાર: ચમનપરમાં ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું લોકાર્પણ
Views: 50
0 0
Read Time:2 Minute, 17 Second

મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાના ચમનપર ગામે માનવતા, સેવા અને સંવેદનાના અનોખા સંદેશ સાથે ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં નિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું સાદગીપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરબી-માળીયા (મીં)ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની વયે કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તેમની સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે મેરજા પરિવાર દ્વારા સતત સમાજલક્ષી અને સેવાભાવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ડૉ. પ્રશાંત મેરજાની યાદમાં રક્તદાન કેમ્પ, નિષ્ણાત ડૉક્ટરોના મેડિકલ કેમ્પ, મંદબુદ્ધિના બાળકો અને વૃદ્ધાશ્રમોને સહાય તેમજ ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમતગમતની ટૂર્નામેન્ટોનું આયોજન કરવામાં આવે છે. આ સેવાકીય પરંપરામાં હવે ચમનપર ગામના પ્રવેશદ્વારનું નિર્માણ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહ્યું છે.

વિશેષ વાત એ રહી કે આ સ્મૃતિ ગેટનું લોકાર્પણ ગામના દિવ્યાંગ યુવાન હકો (નરેન્દ્ર)ના હસ્તે કરવામાં આવ્યું હતું, જે સમાજમાં સમાનતા અને સંવેદનાનો સશક્ત સંદેશ આપે છે. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો, સરપંચ અને મેરજા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ચમનપર ગામ સાથે બાળપણથી જ આત્મીય જોડાણ ધરાવતા ડૉ. પ્રશાંત મેરજાની યાદોને ગામના પ્રવેશદ્વાર સાથે જોડીને મેરજા પરિવારે માત્ર એક સ્મારક જ નહીં, પરંતુ માનવતા, સેવા અને સંસ્કારની જીવંત પ્રેરણા ઊભી કરી છે. આ પહેલ સમાજને સંવેદનાશીલ અને સેવાભાવી બનવા માટે પ્રેરિત કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *