માનવતાની મહેક સાથે સંસ્કૃતિનું સંવર્ધન : સરદાર યુવા મંડળ દ્વારા છ બિનવારસી મૃતદેહોના અસ્થિ વિસર્જનનું પુણ્ય કાર્ય
Views: 25
0 0
Read Time:1 Minute, 19 Second

ભાવનગરમાં વર્ષોથી નિઃસ્વાર્થ સેવાકાર્ય કરતી સરદાર યુવા મંડળે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંડળના પ્રમુખ ભરત મોણપરા અને સ્વયંસેવકો દ્વારા અગ્નિસંસ્કાર કરાયેલા છ બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું તા. 17 જૂને નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે હિંદુ વિધિ-વિધાન મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્યમાં શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને અસ્થિ વિસર્જનનું ધાર્મિક મહત્વ, માનવ જીવનનું અંતિમ સત્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરદાર યુવા મંડળનું આ કાર્ય માનવતા, સામાજિક જવાબદારી અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધનનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે. આવી સેવાપ્રવૃત્તિઓ સમાજમાં કરુણા, સંવેદના અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *