છોટે કાશી હળવદમાં સેવાની મહેક કાળઝાળ ગરમીમાં પાટિયા ગ્રુપ બન્યું હજારો લોકો માટે ઠંડકની છાંયડી
Views: 45
0 0
Read Time:2 Minute, 38 Second

હળવદ: સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે છોટે કાશી તરીકે ઓળખાતા હળવદ શહેરમાં માનવતાની સુગંધ ફેલાવતું એક અનોખું સેવાયજ્ઞ લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. છેલ્લા ઘણા દિવસોથી 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી રહેલા તાપમાન વચ્ચે પાટિયા ગ્રુપ હળવદ દ્વારા સતત 57 દિવસ સુધી નિઃસ્વાર્થ સેવાકીય અભિયાન ચલાવી હજારો લોકોને ગરમીમાંથી રાહત આપવામાં આવી હતી. બસ સ્ટેન્ડ, સરા નાકા, મુળીબા માર્કેટ અને સરા ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં વિવિધ દાતાશ્રીઓના સહયોગથી ઠંડક આપતી છાસ, લચ્છી, કોન, શેક અને આઈસક્રીમનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય દરમિયાન અંદાજે 35 હજારથી વધુ લોકો લાભાન્વિત થયા હોવાનું જાણવા મળે છે.

કાળઝાળ તાપમાં પરસેવાથી તરબતર મુસાફરો, મજૂરો અને રાહદારીઓ માટે આ સેવા માત્ર ઠંડું પીણું પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ માનવતાની મીઠી લાગણી અને સમાજ પ્રત્યેની સંવેદનાનો જીવંત અનુભવ બની હતી. અનેક લોકોએ પાટિયા ગ્રુપના આ પ્રયાસને બિરદાવી સમાજમાં સેવા અને પરોપકારની ભાવનાને મજબૂત બનાવતી પહેલ ગણાવી હતી.
આ સમગ્ર અભિયાનમાં પાટિયા ગ્રુપના 27 યુવા કાર્યકર્તાઓએ સતત સેવાભાવ, સમર્પણ અને નિષ્ઠા સાથે કામગીરી સંભાળી હતી. રોજિંદા ધોરણે ઉત્સાહપૂર્વક સેવા આપતા યુવાનો સમાજ માટે પ્રેરણારૂપ બન્યા હતા. પાટિયા ગ્રુપ હળવદ દ્વારા આયોજિત આ સેવાયજ્ઞે સાબિત કર્યું છે કે સાચી સેવા કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, પરંતુ જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવવા માટે કરવામાં આવે છે. શહેરભરમાં આ માનવતાભર્યા કાર્યની પ્રશંસા થઈ રહી છે.

“સેવા એ જ સાચો ધર્મ”ના સંદેશને જીવંત કરતી પાટિયા ગ્રુપ હળવદની આ પહેલ ગરમી વચ્ચે માનવતાની ઠંડી છાંયડી સમાન બની છે.
રિપોર્ટ: સંજયભાઈ નંદસરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *