મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ સામે PASA હેઠળ કાર્યવાહી, હળવદ પોલીસે જેલ હવાલે કર્યો
Views: 51
0 0
Read Time:1 Minute, 56 Second

મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં મારામારી અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવાતા એક શખ્સ સામે હળવદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ વોરંટ જારી કરવામાં આવતા આરોપીને અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે PASA અને હદપારી જેવા અટકાયતી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાનમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં હળવદના બસ સ્ટેન્ડ પાછળ રહેતા મોહિત હસમુખભાઈ પરમાર સામે PASAની દરખાસ્ત મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરીને વોરંટ જારી કર્યા બાદ પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીને ઝડપી પાડી PASA હેઠળ ડિટેઈન કરી જેલ હવાલે કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર આર.બી. ટાપરિયા અને હળવદ પોલીસ સ્ટાફે સમગ્ર કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *