ભણે એ તરે” ને સાર્થક કરતું હળવદ : શિક્ષણના આકાશમાં તેજસ્વી સિદ્ધિઓનો સૂર્યોદય
Views 63

રિપોર્ટ : સંજય નંદેસરિયા,

હળવદ:મોરબી જિલ્લાનું હળવદ શહેર આજે માત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10 અને 12 ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે હળવદ હવે “શૈક્ષણિક નગરી” તરીકે પોતાની મજબૂત છાપ ઉભી કરી રહ્યું છે. હળવદના સરા રોડ પર આવેલી ઉદ્દગમ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી ધા. ચંદ્રેશ ઈશ્વરભાઈએ S.S.C બોર્ડની પરીક્ષામાં અદ્દભુત 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને હળવદ સહિત સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ચંદ્રેશની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સતત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને સંકલ્પબદ્ધ શિક્ષણ વ્યવસ્થાનું જીવંત ઉદાહરણ બની છે.

ચંદ્રેશની આ તેજસ્વી સફળતા પાછળ પરિવારનો સહકાર, શિક્ષકોનું માર્ગદર્શન અને શાળાના સંચાલકોની શૈક્ષણિક પ્રતિબદ્ધતા મહત્વપૂર્ણ રહી છે. ઉદ્દગમ શૈક્ષણિક સંકુલના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું, જેના પરિણામે શાળાનું 100 ટકા પરિણામ નોંધાયું.
શાળામાં કુલ 104 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા. તેમાં પણ 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાની સિદ્ધિમાં ચાર ચાંદ લગાવ્યા છે. આ પરિણામે સાબિત કર્યું છે કે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ યોગ્ય દિશા અને મહેનતથી રાજ્યસ્તરે ઝળહળી શકે છે.

શાળાના એમ.ડી. ગીરીશભાઈ લકુમ, પ્રવીણભાઈ કણઝરીયા, સી.એમ. કણઝરીયા, નંદલાલભાઈ ઝામકિયા અને કિરણભાઈ પટેલે તમામ શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવી આ સિદ્ધિને સમગ્ર હળવદ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. આજના યુગમાં શિક્ષણ માત્ર નોકરી મેળવવાનો રસ્તો નથી, પરંતુ સમાજને નવી દિશા આપતું શક્તિશાળી સાધન બની ગયું છે. ધોરણ 10 અને 12 ના પરિણામોમાં વિદ્યાર્થીઓની વધતી ટકાવારી અને શ્રેષ્ઠ પ્રદર્શન એ દર્શાવે છે કે આજની પેઢી શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બની રહી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં પણ વિદ્યાર્થીઓએ મહેનત અને એકાગ્રતા દ્વારા સફળતાની નવી વ્યાખ્યા લખી છે.હળવદ સહિત સમગ્ર મોરબી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સર્જાતી આવી પ્રેરણાદાયક સફળતાઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રોત્સાહનરૂપ બની રહી છે. “જે ભણે એ તરે” કહેવતને સાચા અર્થમાં જીવંત બનાવતા આ વિદ્યાર્થીઓ સમાજને એ સંદેશ આપી રહ્યા છે કે પરિશ્રમ, સંકલ્પ અને શિક્ષણથી કોઈપણ શિખર સર કરી શકાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!