અલનૂર જુનીયર સ્કૂલનો શાનદાર પરિણામ: “ઉમ્મીદથી વધુ” સિદ્ધિ સાથે તેજસ્વી ઉડાન
Views 125

અંબાજી હાઇવે પર આવેલ ગામ ગાંભીરુરા (ઇડર) સ્થિત અલનૂર જુનીયર સ્કૂલએ શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ-6નું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર કરી ફરી એકવાર પોતાની ગુણવત્તાસભર શિક્ષણ પરંપરાને મજબૂત બનાવી છે. આ પરિણામ માત્ર ટકાવારી સુધી સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ છે.
આ વર્ષે સ્કૂલ ટોપર તરીકે અનાયાફાતેમા પરવેઝભાઈ મેમણે 93.52% (1964/2100) મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે તાસ્કીન અક્રમભાઈ દરાજાડાએ 92.29% (1938/2100) સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. તૃતીય સ્થાન સંયુક્ત રીતે તમન્ના ઇકબાલભાઈ લુહાર અને ગુલામ મોઈનુદ્દીન નાઈમભાઈ દીવાને 83.10% (1745/2100) સાથે મેળવ્યું છે. વિદ્યાર્થીઓ ની આ સિદ્ધિ પાછળ તેમના અથાગ પરિશ્રમ, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાના સંસ્કારોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. સ્કૂલ દ્વારા શિક્ષણને માત્ર અભ્યાસ પૂરતું ન રાખી, પરંતુ જીવનમાં સફળતા માટેના મૂલ્યો, વિચારશક્તિ અને આત્મવિશ્વાસ વિકસાવવા પર વિશેષ ભાર મુકવામાં આવે છે.

“શિક્ષણનો શોખ નહીં, પરંતુ લક્ષ્ય તરફની પ્રેરણાદાયક સફર” જેવા મંત્ર સાથે અલનૂર જુનીયર સ્કૂલ સતત વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહી છે.
આ તેજસ્વી પરિણામ બદલ સ્કૂલ પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!