ચોટીલા-થાનગઢ તાલુકામાં સંકલન અને પુરવઠા સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નો પર ચર્ચા
Views 55

રિપોર્ટ: સંજય નંદેશરીયા હળવદ:સુરેન્દ્રનગર ગત તા. 02/05/2026 ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા ના અધ્યક્ષ સ્થાને ચોટીલા તથા થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાગ-1 હેઠળ એકથી નવ પત્રકો તથા ભાગ-2 હેઠળ વિવિધ સ્થાનિક પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ચોટીલા તાલુકાના ઢોકળવા, ઘારૈઈ તેમજ થાનગઢ તાલુકાના અભેપાર અને મનડાસર ગામોમાં પીવાના પાણીની સમસ્યા મુદ્દે ચર્ચા થઈ. ઉપરાંત પાંજવાળી ગામે જર્જરીત પાણીની ટાંકી ઉતારવાની જરૂરિયાત, તેમજ થાનગઢ નગરપાલિકા દ્વારા ભુતકાળમાં ખોટા બીપીએલ દાખલા કાઢવાના મુદ્દે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. ચોટીલા નેશનલ હાઈવે પર જલારામ મંદિર તથા આનંદપુર રોડ પાસે થતા ટ્રાફિક પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ અપાયા. તેમજ નેશનલ હાઈવે-47 પર ગેરકાયદેસર કટઆઉટ દૂર કરવા અને અકસ્માતપ્રવણ વિસ્તારોની ઓળખ કરી અહેવાલ મોકલવા સૂચનાઓ આપવામાં આવી.

આ સાથે પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં પુરવઠા સામગ્રી સમયસર વિતરણ, e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા, ગોડાઉનથી દુકાનો સુધી જથ્થો સમયસર પહોંચાડવા તથા રેકોર્ડ વર્ગીકરણ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત બિનસરકારી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!