ગઢબોરીયાદ હત્યા કેસનો ભેદ ઉકેલાયો : નસવાડી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા
Views: 68
0 0
Read Time:1 Minute, 48 Second

નસવાડી, છોટાઉદેપુર: નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે બનેલા લૂંટ અને હત્યાના ચકચારી કેસમાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. માત્ર બે દિવસની અંદર જ ભેદ ઉકેલાતાં સ્થાનિક પોલીસની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા મળી છે.
ગઢબોરીયાદ ગામે 75 વર્ષીય દશરીબેન ભીલ એકલા રહેતા હતા. તેમના ઘરમાં ઘુસીને અજાણ્યા તસ્કરોએ તેમના બંને પગમાંથી ચાંદીના કડલા લૂંટી લીધા હતા અને ગંભીર હુમલો કરીને તેમની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર જિલ્લા એલસીબી, એસઓજી તેમજ નસવાડી પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. પાંચ પીએસઆઈની ટીમો દ્વારા ગામના રસ્તાઓ, આસપાસના વિસ્તારો તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. મોડી રાતે મળેલા સંકેતોના આધારે પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયત કરી નસવાડી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ શરૂ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનો સ્વીકારી લીધો હતો. ત્યારબાદ તેમની માહિતીના આધારે છુપાવેલી જગ્યાથી ચોરાયેલા ચાંદીના કડલા પણ રિકવર કરવામાં આવ્યા હતા.
પોલીસે બંને આરોપીઓ સામે ચોરી અને હત્યાનો ગુનો નોંધી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *