રાજકીય રંગ વચ્ચે પણ એકતાનો સંદેશ: ગ્રામ પંચાયત ચૂંટણીથી વિકાસને નવી દિશા
Views 82

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ વાગવા તૈયાર છે. આવનારા ડિસેમ્બર મહિનામાં અંદાજે 10,000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે, જેના કારણે ગામડાંમાં ફરી રાજકીય ચહલપહલ વધવા લાગી છે. દિવાળી બાદ ગામડાંનું વાતાવરણ ચૂંટણીમય બનવાનું નિશ્ચિત છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી મતપત્રક દ્વારા યોજાય છે, જેમાં મતદારો પોતાનો મત સીધો સરપંચ માટે આપે છે. આ ચૂંટણી રાજકીય પક્ષના નિશાન વગર યોજાતી હોવા છતાં, વાસ્તવમાં ગ્રામ્ય સ્તરે તેમાં રાજકીય રંગ સ્પષ્ટ દેખાઈ આવે છે

સરપંચ અને સભ્યો માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરશે અને લગભગ બે લાખથી વધુ ઉમેદવારો થવાની શક્યતા છે. શાસક પક્ષ દ્વારા ઘણી જગ્યાએ “સમરસ” પંચાયત બનાવવાના પ્રયાસો પણ થાય છે, જ્યાં બિનહરીફ રીતે સરપંચ અને સભ્યો ચૂંટાય છે. આ પ્રયાસોનો હેતુ વિવાદ ટાળવાનો અને ગામમાં શાંતિ જાળવવાનો હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ આ મુદ્દે મતભેદો પણ જોવા મળે છે. ગામડું પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો છે. “ગામનો વિકાસ એટલે દેશનો વિકાસ” – આ વિચાર સાથે ગ્રામ્ય વિકાસને મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ આજના આધુનિક યુગમાં ગામડાંમાં પણ રાજકીય સ્પર્ધા વધી રહી છે, જેના કારણે કેટલીક જગ્યાએ એકતામાં આંચકો, જ્ઞાતિવાદ અને આંતરિક વિભાજન જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેમ છતાં, ગામડાંની મૂળ ઓળખ માનવતા, ભાઈચારો અને એકતા છે. ચૂંટણી એ માત્ર નેતૃત્વ પસંદ કરવાની પ્રક્રિયા છે, પરંતુ સમાજની એકતા જ સાચો વિકાસ લાવે છે. જો ગામડાંના લોકો રાજકીય ભેદભાવને બાજુએ રાખીને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપે, તો શિક્ષણ, આરોગ્ય, પાણી, સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે. આવતી ગ્રામ પંચાયત ચૂંટણી ગામડાં માટે માત્ર રાજકીય જંગ નહીં, પરંતુ એકતા અને વિકાસ વચ્ચેનું સંતુલન જાળવવાની તક પણ છે. જો ગામડાં ફરીથી “રૂડું રૂપાળું અને હૈયે હેતાળું” બનશે, તો સાચા અર્થમાં ગ્રામ વિકાસનું સ્વપ્ન સાકાર થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!