હેલ્મેટ ઝુંબેશ કે જનતા પર ભાર? સુરક્ષા સાથે સંવેદનશીલતા જરૂરી
Views 42

ગુજરાતમાં ૧ મે થી ૩૧ મે સુધી હેલ્મેટના નિયમોના ચુસ્ત પાલન માટે રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. Motor Vehicles Act મુજબ દ્વિ-ચક્રી વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત છે. સુરતમાં સફળ અમલ બાદ હવે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત તમામ જિલ્લાઓમાં કડક ડ્રાઇવ ચલાવવા આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ માનવજીવનની સુરક્ષા છે, પરંતુ તેની અમલવારી અંગે મધ્યમ અને મજૂર વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે. રોજિંદા ૨૦૦થી ૫૦૦ રૂપિયા કમાતા લોકો માટે અચાનક દંડ ભરવો એ આખા દિવસની કમાણી ગુમાવવાની સ્થિતિ ઊભી કરે છે. આવા સમયે માત્ર દંડાત્મક કાર્યવાહી કરતા પહેલા જનજાગૃતિ અને સહાયતા આધારિત પગલાં વધુ અસરકારક બની શકે. લોકોમાંથી માંગ ઉઠી રહી છે

કે સરકાર હેલ્મેટ ફરજિયાત બનાવતા પહેલા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફ્રી અથવા સબસિડીયરી હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજે. સાથે સાથે મંદી, મોંઘવારી અને બેરોજગારી જેવી મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ આવી કડક કાર્યવાહી શરૂ થતાં લોકોમાં વિવિધ ચર્ચાઓ ઊભી થઈ છે. પ્રજાની લાગણીઓ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ સુરક્ષા સાથે સંવેદનશીલતા જાળવી, લોકહિતમાં સંતુલિત નિર્ણયો લેવાની જરૂર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!