હળવદમાં કેબલ ચોરીનો ભાંડાફોડ : ૧ લાખનો મુદામાલ સાથે આરોપી ઝડપાયો
Views 66

હળવદ તાલુકા ના ચરાડવા-કડીયાણા ગામની સીમમાં થયેલ ઘરફોડ કેબલ ચોરીના ગુનાનો હળવદ પોલીસે પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે.
ફરિયાદ મુજબ, મોરબીના રવાપર રોડ પર રહેતા લાલજીભાઈ અણદાભાઈ સવસાણી/પટેલની ચરાડવા-કડીયાણા સીમમાં આવેલી વાડીએ રાખેલ આશરે ૧૬૦૦ ફૂટ લંબાઈનો કોપર કેબલ વાયર, જેની કિંમત અંદાજે ₹૧,૦૦,૦૦૦ ગણાય, તા. ૧૮/૦૪/૨૦૨૬ની રાત્રે અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો. આ અંગે તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ ગુનો નોંધાયો હતો.

હળવદ પોલીસની પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન તેના પાસેથી ચોરીમાં ગયેલ સંપૂર્ણ કોપર કેબલ વાયર (લંબાઈ ૧૬૦૦ ફૂટ, કિંમત ₹૧ લાખ) કબજે લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ કેશુ ઉકાભાઈ રાઠોડ (રહે. સુસવાવ, તા. હળવદ, જી. મોરબી) હોવાનું બહાર આવ્યું છે. તેના વિરુદ્ધ ગુ.ર.નં. ૦૩૯૨/૨૦૨૬ મુજબ બી.એન.એસ કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) વગેરે હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસની ઝડપી કામગીરીથી ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપતા સ્થાનિકોમાં સંતોષની લાગણી ફેલાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!