શ્રી પાટાવાળી મેલડી માતાજી ના આશીર્વાદથી નવલખી ગામે ભક્તિ અને આનંદનો મહામેળો
Views: 65
0 0
Read Time:1 Minute, 49 Second

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નવલખી ગામ પાસે આવેલ આસ્થા અને શ્રદ્ધાનું પવિત્ર કેન્દ્ર સમાન શ્રી પાટાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ભવ્ય માંડવો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે તા. 11 એપ્રિલ 2026, શનિવારના રોજ મંદિરના આંગણે ભક્તિ અને આનંદથી ભરપૂર કાર્યક્રમ યોજાશે.

સવારે શુભ ચોઘડિયામાં થાંભલી રોપણ વિધિ સાથે કાર્યક્રમનો શુભ આરંભ થશે. ત્યારબાદ સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તજનોને પ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સાથે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ભક્તિની મસ્તીમાં ડાકની રમઝટ જામશે. મોરબીના જાણીતા કલાકાર જીગ્નેશ રાવળ દ્વારા માતાજીના દુહા, છંદ અને ગરબાની મધુર રજૂઆતથી ભક્તિભાવનું અનોખું માહોલ સર્જાશે. નવલખી ગામ સમસ્ત દ્વારા આયોજિત આ પવિત્ર માંડવા મહોત્સવે ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં હાજરી આપી માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો નથી, પરંતુ ગામમાં એકતા, ભક્તિ અને સંસ્કૃતિનો જીવંત ઉત્સવ બની રહેશે, જ્યાં ભક્તિ સાથે સૌહાર્દ અને આનંદની અનોખી છટા જોવા મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *