વાંકાનેર નજીક ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપી પાડાયો
Views 128

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે આવેલી એચ.એમ. એન્ટરપ્રાઇઝ પર મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડ તેમજ વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે સંગ્રહિત શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ ને મળેલી બાતમી મુજબ, અહીં “મી માય ઇંકો એનર્જી ઇન ડીઝલ” નામના પંપના સંચાલક દ્વારા અંગત લાભ માટે બહારથી ટેન્કર મારફતે જ્વલનશીલ પ્રવાહી મંગાવી સ્ટોરેજ ટાંકીમાં સંગ્રહ કરી ટ્રકોમાં ઇંધણ તરીકે વેચાણ કરવામાં આવતું હતું. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેર વિભાગ અને વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરની હાજરીમાં રેડ હાથ ધરવામાં આવી હતી.


રેડ દરમિયાન સ્થળ પરથી અંદાજે ૨૯,૦૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી (કિંમત રૂ. ૨૩,૨૦,૦૦૦/-) સહિત કુલ રૂ. ૪૮,૩૩,૫૦૦/- નો મુદામાલ બિલ આધાર પુરાવા વગર મળી આવ્યો હતો.આ કામગીરી દરમિયાન સંચાલક અજીતસિંહ નવધણસિંહ જાડેજા (રાજકોટ) સહિત કુલ પાંચ શખ્સોને કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬(૧) હેઠળ કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે જ્વલનશીલ પદાર્થના સ્ત્રોત, ઉપયોગ અને વેચાણ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!