મોરબી જિલ્લા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની નવી રણનીતિમાં યુવાનોને પ્રાધાન્ય
Views 169

મોરબી જિલ્લા પંથકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ દિવસેને દિવસે ગરમાતું જઈ રહ્યું છે. ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી અને પ્રચારમાં તેજી લાવવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી થોડું મૌન જોવા મળતું હોવા છતાં આંતરિક સ્તરે મહત્વપૂર્ણ રણનીતિ ઘડાતી હોવાના સંકેતો મળી રહ્યા છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કોંગ્રેસ આ વખતે “નો રિપીટ થિયરી” અપનાવીને નવા અને યુવા ચહેરાઓને તક આપવા તરફ આગળ વધી રહી છે. પક્ષના કેટલાક પીઢ નેતાઓનું માનવું છે કે યુવાનોને આગેવાની સોંપવાથી મતદારોમાં નવી ઊર્જા અને વિશ્વાસ ઉભો થઈ શકે છે. આ પગલું પક્ષ માટે પરિવર્તનકારી સાબિત થઈ શકે છે.બીજી તરફ, ભાજપ અને આપ દ્વારા ઉમેદવારોની વહેલી જાહેરાતને કારણે કોંગ્રેસમાં દાવેદારો વચ્ચે અનિશ્ચિતતા પણ જોવાઈ રહી છે. કેટલાક રાજકીય નિરીક્ષકો આ પરિસ્થિતિને “રાહ જોવાની રણનીતિ” તરીકે જોઈ રહ્યા છે, જેમાં યોગ્ય સમય પર મજબૂત પત્તા રમવાની તૈયારી ચાલી રહી છે.
“‘ફિલ્મી અંદાજમાં કહીએ તો હાલની સ્થિતિ કંઈક એવી છે કે “ખેલને દો, ખેલને દો, હમ બાદ મેં ખેલેંગે””‘, એટલે કે કોંગ્રેસ યોગ્ય સમયની રાહ જોઈને અંતિમ ચરણમાં પ્રભાવશાળી એન્ટ્રી કરવા માગે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો કોંગ્રેસ માટે આ ચૂંટણી પડકારરૂપ પણ તકો ભરેલી છે. યુવાનોને તક આપવાની રણનીતિ સફળ રહી તો પક્ષને સ્થાનિક સ્તરે નવી ઓળખ અને મજબૂતી મળી શકે છે, પરંતુ યોગ્ય ઉમેદવારોની પસંદગી અને સંગઠનશક્તિ જ આ રણનીતિની કસોટી રહેશે. આ રીતે મોરબી જિલ્લામાં ચૂંટણી પૂર્વે રાજકીય ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે, પરંતુ કોંગ્રેસની અંદર ચાલતી નવી દિશાની ચર્ચાઓએ રાજકીય માહોલમાં ઉત્સુકતા વધારી દીધી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!