હળવદ નજીક સુદરગઢ પાસે દેશી દારૂ સાથે કાર ઝડપાઈ, એકની ધરપકડ
Views 162

રિપોર્ટ: સંજય નંદેસરિયા, હળવદ
હળવદ તાલુકાના સુદરગઢ ગામ નજીકથી પોલીસે દેશી દારૂ ભરેલી કાર ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જીજે 36 એપી 6748 નંબરની બલેનો કારમાંથી અંદાજે 300 લીટર જેટલો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરી હળવદ પોલીસ દ્વારા પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી આશરે રૂપિયા 60 હજારનો દેશી દારૂ તથા રૂપિયા 4 લાખની કાર મળી કુલ રૂપિયા 4.60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે ઈલેશ ડાભીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપી મિતુલ દેકાવાડિયાને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં આવા બનાવો સામે આવતા રહે છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા સતત એલર્ટ રહી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થો અને ગુનાખોરી સામે કડક નજર રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ સફળ કાર્યવાહી નોંધાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!