ખનીજ માફિયાઓ સામે પોલીસનો કડક પ્રહાર: વાંકાનેરમાં ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત
Views 236

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે પોલીસે સચોટ અને કડક કાર્યવાહી કરતાં ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી જિલ્લામાં વધતા ખનીજ ચોરીના બનાવોને પગલે પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થાય છે. રાજકોટ રેન્જના આઈ.જી.પી. નિર્લિપ્ત રાય અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એન. પટેલની સૂચના હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હતી. આ દરમ્યાન ભેરડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની બાતમી મળતાં તાત્કાલિક ખાણ ખનીજ વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન રોયલ્ટી પાસ કે માન્ય પરમિટ વગર ખનીજ વહન કરતા વાહનો સામે એમ.વી.એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને ખાણ ખનીજ વિભાગે મળીને કુલ ₹1.70 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જપ્ત કરાયેલ મુદ્દામાલમાં સમાવેશ:
૩ ડમ્પર (અશોક લેલન્ડ અને ટાટા): ₹90 લાખ ૧ ટાટા ડમ્પર (ખનીજ સાથે): ₹30 લાખ ૧ એસ્કેવેટર મશીન: ₹50 લાખ આ સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા, પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પી.એસ.આઈ. ડી.વી. ખાંભલા સહિત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ અને ખાણ ખનીજ વિભાગ મોરબીના અધિકારીઓ જોડાયા હતા.આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભયનો માહોલ ઉભો થયો છે. સાથે જ પોલીસ તંત્ર માત્ર પ્રજા રક્ષક જ નહીં, પરંતુ સરકારી સંપત્તિના સંરક્ષક તરીકે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યું હોવાનું પ્રગટ થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!