વઘાસિયા નજીક કારખાનામાં અકસ્માત: ૧૦૮ ટીમની તાત્કાલિક કામગીરીથી યુવાનનો જીવ બચ્યો
Views: 199
0 0
Read Time:1 Minute, 59 Second

વાંકાનેર તાલુકાના વઘાસિયા નજીક આવેલા તુનેજા કારખાનામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઉપરના માળેથી નીચે પટકાયેલા એક યુવાનને ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે સમયસર સારવાર આપી જીવન બચાવ્યું હતું. માહિતી મુજબ, કારખાનામાં કામ કરતા સંદીપભાઈ નામના શ્રમિક અંદાજે ૧૦થી ૧૫ ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ SDH વાંકાનેર IFT 108ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી.
EMT મેર પ્રવીણ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેમાં માથાની ઈજાને ધ્યાનમાં રાખીને પાટાપિંડી કરી રક્તસ્ત્રાવ નિયંત્રિત કરવામાં આવ્યો અને પેશન્ટને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પેશન્ટનું બ્લડ શુગર લેવલ 338 mg/dl જેટલું ઊંચું હોવાનું પણ સામે આવ્યું હતું.આ સારવાર ERCP ડો. પંકજના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી. બાદમાં પાઈલોટ યુવરાજસિંહ દ્વારા એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે પહોંચાડવામાં આવી હતી,

જ્યાં પેશન્ટને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરી દરમિયાન ૧૦૮ ટીમે ઝડપી અને સુસંગત કામગીરી દાખવી હતી, જેના કારણે પેશન્ટને સમયસર સારવાર મળી શકી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *